View Hymn (Bhajan)
Hymn No. 4511 | Date: 09-Jan-20162016-01-092016-01-09જેણે તપ ને ત્યાગના અગ્નિને સતત ધારણ કર્યો છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jene-tapa-ne-tyagana-agnine-satata-dharana-karyo-chheજેણે તપ ને ત્યાગના અગ્નિને સતત ધારણ કર્યો છે
એવા ભગવાધારી સાધુને હૃદય વારંવાર નમે છે
જેનું હૃદય સતત હરિના નામે ધબકે છે, એવા ...
જેણે સઘળા વિકારોને ભસ્મીભૂત કર્યા છે, એવા ...
જે સદા સનાતન સત્યનું ભસ્મ લેપન કરે છે, એવા ...
જેનાં વાણી, વર્તન અને વિચારમાં એક તાલ છે
જેના હૃદયમાં સરળતા ને પ્રેમ જ વસે છે
જેની નિત્ય નિરંતર જ્ઞાનની ગંગા વહેતી રહે છે
જેનાં નયનોમાંથી નિરંતર પ્રેમ ને શાંતિ ઝરે છે
જે સતત જગતકલ્યાણમાં રત રહે છે, એવા ભગવા ...
જેણે તપ ને ત્યાગના અગ્નિને સતત ધારણ કર્યો છે