View Hymn (Bhajan)
Hymn No. 4513 | Date: 16-Apr-20162016-04-162016-04-16સમજતાં સમજતાં સમજાયું, જ્યાં આવડે છે મને બધૂં જાણું છું હું બધુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samajatam-samajatam-samajayum-jyam-avade-chhe-mane-badhum-janum-chhumસમજતાં સમજતાં સમજાયું, જ્યાં આવડે છે મને બધૂં જાણું છું હું બધું
ત્યાં નાસમજીની શરૂઆતથી થઈ ગઈ ભાઈ, ત્યાં મોટી મોકાણ થઈ ગઈ
અહંકારના અંધારામાં એંધાણ એનાં ચુકાઈ ગયાં, ત્યાં મોટી મોકાણ થઈ ગઈ
હુંના હુંકારાઓ જ્યાં ગુંજ્યા અંતરમાં, ત્યાં દીવારો મોટી ઊભી થઈ ગઈ
ના સમજાયું સાચું એમાં રે વર્તનમાં, તો કાચા ને કાચા રહી ગયા
ભૂલવા નીકળ્યા હતા અસ્તિત્વ, પણ પકડ એની મજબૂત થઈ ગઈ
ભૂલોની શરૂઆત ત્યાં થઈ ગઈ, ભટકવાની શરૂઆત ત્યાં થઈ ગઈ
ઉપદેશ આપ્યા અન્યને ખૂબ, પણ આચરણમાં ખામી રહી ગઈ
વિકારોની માયામાં ખોવાયા એવા, સાચી પહેચાન અધૂરી રહી ગઈ
હુંકારના ઘોંઘાટમાં અસ્તિત્વની, ખોજ અધૂરી રહી ગઈ
સમજતાં સમજતાં સમજાયું, જ્યાં આવડે છે મને બધૂં જાણું છું હું બધું