View Hymn (Bhajan)
Sr No. 912 | Date: 09-Aug-19941994-08-091994-08-09આપતી નથી, આપતી નથી, એ પણ ત્યારે સાથ આપતી નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=apati-nathi-apati-nathi-e-pana-tyare-satha-apati-nathiઆપતી નથી, આપતી નથી, એ પણ ત્યારે સાથ આપતી નથી
સાથ છોડીને જાય છે ત્યારે એ પણ, હોય છે જરૂરિયાત જ્યારે એના સાથની
આવતા ઉપાધિ જીવનમાં, શાંતિ ત્યાં તો ચાલી જાય છે, ચાલી જાય છે - આપતી...
છોડે ભલે સાથ સાથીદારો મુસીબતમાં, સાથ એ પણ તો છોડી જાય છે – આપતી...
આવીને વસી હોય જીવનમાં, મોકો આવતા, એ પણ દગો આપી જાય છે – આપતી...
મદદના બહાને, મને લાચાર વધારે ને વધારે એ કરતી જાય છે – આપતી...
બદલાતા આચાર મારા, સાથ મારો એ તો છોડીને ચાલી જાય છે – આપતી...
ગોતવી ક્યાં એને, એ સમજાતું નથી, ઠામઠેકાણું આપ્યા વિના એ ચાલી જાય છે – આપતી...
જલતી અગ્નિમાં મને છોડી, એ ભાગી જાય છે, ઠંડક આપવાને બદલે, એ ચાલી જાય છે – આપતી...
છૂટતા સાથ એનો, જીવન મારું નરક જેવું દુઃખદાઈ બનાવી જાય છે – આપતી...
આપતી નથી, આપતી નથી, એ પણ ત્યારે સાથ આપતી નથી