View Hymn (Bhajan)
Hymn No. 909 | Date: 09-Aug-19941994-08-091994-08-09માતપિતાએ કરી ખૂબ તારી સેવા, કરજે પ્રેમથી તું પણ એની સેવાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=matapitae-kari-khuba-tari-seva-karaje-premathi-tum-pana-eni-sevaમાતપિતાએ કરી ખૂબ તારી સેવા, કરજે પ્રેમથી તું પણ એની સેવા
બાળ બનીને રહેજે સદા એમની સંગ, ના કરજે મોટાપાના હક દાવા
કરવાનું ભૂલીને સેવા, ના કરજે વર્તન એમની સંગ બેહુદા
પ્રેમથી લડાવી લાડ, કર્યો છે મોટો તને, ના ભૂલજે કદી, પ્રેમ તું એમના
મળ્યા છે માતપિતા તને આ જગમાં, છે બહુ સારા તારા નસીબ
નથી જેના માતપિતા, પૂછજે જરા એમને, છે હાલ તો એમના કેવા
દુઃખ સહીને સુખ આપ્યું છે તને, ઉપકારના ભૂલજે તું એના
ઠેસ પહોંચાડીને એમના દિલને, ના ખોલજે નરકના દ્વારને હાથે તારા
માતાપિતા થકી મળ્યો છે જે દેહ તને, કરજે વંદન એમને પહેલા
છે એજ તો તારા પ્રભુ, કરતા સેવા એમની મળી જાશે મુક્તિના મેવા
માતપિતાએ કરી ખૂબ તારી સેવા, કરજે પ્રેમથી તું પણ એની સેવા