આપવું હોય તને, એ ભલે તું આપજે, કરીશ સ્વીકાર હું પ્રેમથી
પણ પ્રભુ, તું જન્મોજન્મના ફેરા મારા ટાળજે
હોય બાકી જે કાંઈ અધૂરું, એ બધું કરાવી લેજે તું પૂરું, જન્મોજન્મના...
આપવી હોય એટલી ઉપાધિ તું આપી દેજે મને, પણ મહાઉપાધિમાંથી મને બચાવજે
આપવું હોય સુખ જેટલું, એટલું તું આપજે, દુઃખ ભલે તું મને આપજે, જન્મોજન્મના...
હોય બાકી જો દર્દ ભોગવવાનું, એ પણ તો તું મને આપજે, જન્મોજન્મના...
કરી લેજે હિસાબ આપણો બરોબર, તું કરી નાખજે, જન્મોજન્મના...
હોય કચાસ મારામાં કાંઈ, એ ખામીને તું દૂર કરજે
ના કરજે વાત બીજા જન્મની, આ જન્મમાં બધું પૂરું તું કરી નાખજે
કરી છે વાત મેં મિલનની, છેડયા છે તાર મિલનના
મિલનના એ પૈગામને તું પ્રેમથી સ્વીકારી લેજે, જન્મોજન્મના...
- સંત શ્રી અલ્પા મા
āpavuṁ hōya tanē, ē bhalē tuṁ āpajē, karīśa svīkāra huṁ prēmathī
paṇa prabhu, tuṁ janmōjanmanā phērā mārā ṭālajē
hōya bākī jē kāṁī adhūruṁ, ē badhuṁ karāvī lējē tuṁ pūruṁ, janmōjanmanā...
āpavī hōya ēṭalī upādhi tuṁ āpī dējē manē, paṇa mahāupādhimāṁthī manē bacāvajē
āpavuṁ hōya sukha jēṭaluṁ, ēṭaluṁ tuṁ āpajē, duḥkha bhalē tuṁ manē āpajē, janmōjanmanā...
hōya bākī jō darda bhōgavavānuṁ, ē paṇa tō tuṁ manē āpajē, janmōjanmanā...
karī lējē hisāba āpaṇō barōbara, tuṁ karī nākhajē, janmōjanmanā...
hōya kacāsa mārāmāṁ kāṁī, ē khāmīnē tuṁ dūra karajē
nā karajē vāta bījā janmanī, ā janmamāṁ badhuṁ pūruṁ tuṁ karī nākhajē
karī chē vāta mēṁ milananī, chēḍayā chē tāra milananā
milananā ē paigāmanē tuṁ prēmathī svīkārī lējē, janmōjanmanā...
|