તારા પ્યારે પ્રભુ, આપી મને ભક્તિ છે, આપી મને શક્તિ છે
જીવનમાં રે તારા પ્યારે, આપી અનોખી મસ્તી છે
નથી રહેવા દીધી કોઈ કમી મારા જીવનમાં, પ્યારે તારા, પૂરી કરી હરએક કમી છે
પામ્યો પ્યાર જીવનમાં હું તો તારો, પ્રભુ, એ તારી મહેરબાની છે
આપીને પ્યાર તારો, તેં તો મને આપી નવી સમજણશક્તિ છે
જીવનના હર એક ઘા ઝીલવા માટે, તારો પ્યાર જ મારી સહનશક્તિ છે
તારા પ્યારે આપી મને અનોખી જિંદગાની છે, પ્યારે તારા આપી અનોખી મસ્તી છે
વીતે છે આનંદમાં પળ જો કોઈ મારી, તો એ તારી પ્યારની મસ્તી છે
તારા જ પ્યારે પ્રભુ, તારા પ્રેમે પ્રભુ, મિટાવી મારી હસ્તી છે
તારા પ્યારે પ્રભુ, મઝધારેથી ઉગારી મારી કિસ્તી છે
- સંત શ્રી અલ્પા મા
tārā pyārē prabhu, āpī manē bhakti chē, āpī manē śakti chē
jīvanamāṁ rē tārā pyārē, āpī anōkhī mastī chē
nathī rahēvā dīdhī kōī kamī mārā jīvanamāṁ, pyārē tārā, pūrī karī haraēka kamī chē
pāmyō pyāra jīvanamāṁ huṁ tō tārō, prabhu, ē tārī mahērabānī chē
āpīnē pyāra tārō, tēṁ tō manē āpī navī samajaṇaśakti chē
jīvananā hara ēka ghā jhīlavā māṭē, tārō pyāra ja mārī sahanaśakti chē
tārā pyārē āpī manē anōkhī jiṁdagānī chē, pyārē tārā āpī anōkhī mastī chē
vītē chē ānaṁdamāṁ pala jō kōī mārī, tō ē tārī pyāranī mastī chē
tārā ja pyārē prabhu, tārā prēmē prabhu, miṭāvī mārī hastī chē
tārā pyārē prabhu, majhadhārēthī ugārī mārī kistī chē
|
Explanation in English
|
|
Your love Oh God, gives me devotion and strength
In life, your love has given a unique mischief
It has not kept any deficit in my life, your love has fulfilled all the deficits in my life
Getting your love in my life, it is your kindness
By giving your love, you have given me a new understanding
To deal with each and every blow in life, your love has given me the strength
Your love has given me a new life
If any moment I am spending in joy, that is due to the mischief of your love
It is your love and your unconditional love that has demolished the I in me
Your love oh God, has saved my boat of life from drowning midstream.
|