View Hymn (Bhajan)
Hymn No. 4111 | Date: 28-Apr-20012001-04-282001-04-28અરર આ તે શું કર્યું ......(2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=arara-a-te-shum-karyumઅરર આ તે શું કર્યું ......(2)
નજરોના તીર માર્યા નજરોથી, નજરનો ગુલામ શાને બનાવી દીધો,
મંદ મંદ મુશ્કાન કરી ચિતડું ચોરી લીધું, આ તે શું કર્યુ....
સુખચેનથી રહેતો હતો જીવનમાં, એક નજરથી બેચેન બનાવી દીધું,
કર્યું એવું તે શું કે નીંદરને મારી દુશ્મન બનાવી દીધી, અરર તે શું કર્યું.....
ખુદને ખુદથી જાણે જુદો કરી દીધો, અરર આ તે શું કર્યુ .....
અરમાનોની ગલીઓમાં મને ભટકતો કરી દીધો કે આ તે શું કર્યું,
સમજણના દ્વાર મારા કરી બંધ, મને બેગાનો બનાવી દીધો.
અરર આ તે શું કર્યું ......(2)