View Hymn (Bhajan)
Hymn No. 4112 | Date: 28-Apr-20012001-04-282001-04-28થાતા ના તમે નારાજ, કહુ જો તમને દિલની રે વાતSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thata-na-tame-naraja-kahu-jo-tamane-dilani-re-vataથાતા ના તમે નારાજ, કહુ જો તમને દિલની રે વાત,
પહેરીને બેસી ગયા છો તમે રે તાજ.
શું કર્યું છે ક્યારે તમે, કરો અમારો રે વિચાર,
કર્યું વિચાર તો કેમ ના આવ્યા અમારી રે પાસ.
જોઈને અમારા આવા અંદાજ થાતા ના તમે નારાજ
કહી રહ્યા છીએ અમે તમને જે એ દિલના છે સાદ,
ગણી ના લેજો તમે એને અન્ય કોઈનો આવાજ કે ઘોંઘાટ.
હાલત પૂછવા અમારી કદી કેમ ના આવ્યા તમે રે અમારી પાસ,
ગણ્યા અમે તો તમને અમારા, રખ્યા તમે અંતર કેમ અમારી સાથ,
રાહ જોતા જોતા વીતી ગઈ રે રાત કે આવ્યા ના તમે અમારી પાસ
થાતા ના તમે નારાજ, કહુ જો તમને દિલની રે વાત