View Hymn (Bhajan)
Hymn No. 4110 | Date: 28-Apr-20012001-04-282001-04-28ઊમટ્યો મેહુલિયો, ઊમટ્યો રે આજSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=umatyo-mehuliyo-umatyo-re-ajaઊમટ્યો મેહુલિયો, ઊમટ્યો રે આજ,
કોને કહું મારું કરુણ કથન રે આજ.
રહી ગયું, રહી ગયું, એક બાળ મારું તરસ્યું રે આજ,
સાંભળો રે સાંભળો એક ઝાડની કરુણ કહાની રે આજ.
અન્નજળ વિના આપી ના શક્યો એને રે સાથ,
ખરી ગયો એ તો નીચે, ના રહ્યો એનો તો સાથ.
ન હતું બસ આટલું, કરવી વધારે શું વાત,
આવ્યો પવન વેરી થઈ, લઈ ગયો એને એની રે સાથ.
કથન એના કર્મનું કે વ્યથા જન્મદાતાની, શું કહેવું એને રે આજ,
આપે પ્રભુ બધું બધાને તોય રહી જાય બાકી ઘણા રે બાળ.
ઊમટ્યો મેહુલિયો, ઊમટ્યો રે આજ