View Hymn (Bhajan)
Hymn No. 609 | Date: 21-Jan-19941994-01-211994-01-21અસત્યમાં છુપાયેલા સત્યને તું ઓળખીતો લેજે, છે સત્ય શું, છે અસત્ય શું, એ તો જરા જાણી લેજેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=asatyamam-chhupayela-satyane-tum-olakhito-leje-chhe-satya-shum-chhe-asatyaઅસત્યમાં છુપાયેલા સત્યને તું ઓળખીતો લેજે, છે સત્ય શું, છે અસત્ય શું, એ તો જરા જાણી લેજે,
પાણી ભરેલા સાગરની છે ગહેરાઈ કેટલી, ઊંડાણ એનું તું જરા માપી તો લેજે,
છે તું કોણ, આવ્યો છે ક્યાંથી આ જગમાં, વિચાર એનો તો જરા તું કરી લેજે
પડે દોડવું તને મૃગતુષ્ણા પાછળ, એના પહેલા તારા ભ્રમને તું ભાંગી નાખજે
માણવી હોય સુંદરતા તને આ જગની, દૃષ્ટિ તારી તું જરા બદલી લેજે
જોવું હોય તને સ્વરૂપ જો તારું, તારા હૈયાના દરવાજા ખોલી, અંદર પ્રવેશ તું કરજે
પ્રભુની પ્રેમ ભરી આંખોમાં તારી તસવીરને તું જરા જોઈ લેજે
જોવું હોય આ જગને, જાણવું હોય આ જગને, તારા આત્મજ્ઞાનમાં ઊંડો ઊતરી તું જાજે,
કરે નિંદા કોઈની, કરે ઈર્ષા કોઈની, એ પહેલા તું તારી આંખની અંદર જોઈ લેજે
સત્ય સમજી ને સત્ય જાણશે તું, સ્વયં સત્યમાં ત્યાં સમાઈ રે જાશે
અસત્યમાં છુપાયેલા સત્યને તું ઓળખીતો લેજે, છે સત્ય શું, છે અસત્ય શું, એ તો જરા જાણી લેજે