View Hymn (Bhajan)
Hymn No. 610 | Date: 22-Jan-19941994-01-221994-01-22વધુ વધુ આગળ ને અટકું, વધવાના આગળ ભ્રમમાં હું ભટકુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vadhu-vadhu-agala-ne-atakum-vadhavana-agala-bhramamam-hum-bhatakumવધુ વધુ આગળ ને અટકું, વધવાના આગળ ભ્રમમાં હું ભટકું
ભ્રમમાં ભટકી જ્યારે ખૂબ હું થાકું, જોઈને મારી દશા હું મારું શીશ પટકું
ચાલું કદમ બે કદમ આગળ હું જ્યાં, ભૂલીને ભાન અધવચ્ચે રાહમાં હું તો અટકું, વધુ વધુ ……..
રસ્તાને સમજી મંજિલ, મંજિલના દીદાર દર્શનથી હું તો લટકું
વગર પાંખે ઊડવા ચાહું આકાશે, ભરતા ઊડાન ચોટ ગહેરી હું તો ખાઊં
જોઈને ગહેરા ઘાના નિશાનને હું તો, મનમાં ને મનમાં ખૂબ શરમાઊં
અહંકારમાં પોતાના અજ્ઞાનને છુપાવવા, હું તો ખૂબ મૂંઝાઊં
મૂંઝવણ ને મૂંઝવણમાં મૂંઝાઇને હું તો માયાથી પર થાવાને બદલે, માયામાં ફસાઊં
સમજાતું નથી હવે કાંઈ, જાવું તો મારે ક્યાં જાવું
બ્રહ્મ ને ભ્રમના ભેદ ભૂલી, ભ્રમને મારા બ્રહ્મ હું તો માનું, દશા છે આવી કોને હું તો સમજાવું.
વધુ વધુ આગળ ને અટકું, વધવાના આગળ ભ્રમમાં હું ભટકું