View Hymn (Bhajan)
Hymn No. 604 | Date: 20-Jan-19941994-01-201994-01-20યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, રાખવું છે જે જીવનમાં યાદ નથી રહેતુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=yada-nathi-rahetum-yada-nathi-rahetum-rakhavum-chhe-je-jivanamam-yadaયાદ નથી રહેતું, યાદ નથી રહેતું, રાખવું છે જે જીવનમાં યાદ નથી રહેતું,
ભુલાતું નથી, નથી ભુલાતું, ભૂલવું છે જે જીવનમાં, નથી એ ભુલાતું
પળે પળે કરવું છે તારું સ્મરણ પ્રભુ, બસ રાખવું છે યાદ મને તારું નામ, નથી એ રહેતું
ભૂલવી છે બધી ઝાળઝંઝાળ, જીવનમાં નથી એ ભુલાતું
ભૂલવું છે નિજ રૂપને, નામ નથી એ તો ભુલાતું, રાખવું છે યાદ આત્માસ્વરૂપને, નથી એ રહેતું,
ભૂલવું શું, યાદ શું રાખવું, મૂંઝાઈ ગઈ છું એટલી, ના કાંઈ સમજાય છે
યાદ રાખતા રાખતા ભૂલી જાઉં છું, ભૂલવાં જેવું ફરી ફરીને યાદ આવી જાય છે
કરું છું ભૂલવાની શરૂઆત જીવનમાં, ત્યાં તો શરૂઆત પ્રભુ તારા નામથી થાય છે
આવે છે યાદ રાખવાની વાત જ્યાં, માયામાં મન ત્યાં તો સરી જાય છે
આવતા પરિણામ ભૂલવું શું ને યાદ રાખવું શું, ખ્યાલ એનો આવી જાય છે
કરું છું કોશિશ ત્યારે યાદ કરવાની તને, કોશિશ કામયાબ બનતી નથી
યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, રાખવું છે જે જીવનમાં યાદ નથી રહેતું