આશિષે આશિષે તમારા, તમે અમને ઉત્તમ બનાવો રે
વાલા મારા રોમેરોમમાં પ્રગટો રે, રોમેરોમમાં પ્રગટો રે
વીત્યા દિવસો, વીત્યાં વર્ષો, વીત્યા કંઈક યુગો રે, વાલા ..
હૈયેથી હવે માયા વિસરાવોને વાલા, મારા રોમેરોમ ...
વિકારો ને આકારોની જંજીરમાંથી, હવે તો મુક્તિ આપો રે ...
તમારા રમણ ને તમારા રટણમાં જ, નિત્ય અમને રાખોને
ભવોભવની સઘળી ભ્રમણા અમારી, હવે તો ભાંગોને
ના કરો વાસ હવે વાલા, તમારા હૈયે સરસા ચાંપોને, રોમેરોમમાં
રંગે રંગે ઓ રંગરેઝ, તમારા રંગમાં રંગોને
શ્વાસેશ્વાસમાં હવે તો તમે સમાઓને વાલા મારા, રોમેરોમમાં
- સંત શ્રી અલ્પા મા
āśiṣē āśiṣē tamārā, tamē amanē uttama banāvō rē
vālā mārā rōmērōmamāṁ pragaṭō rē, rōmērōmamāṁ pragaṭō rē
vītyā divasō, vītyāṁ varṣō, vītyā kaṁīka yugō rē, vālā ..
haiyēthī havē māyā visarāvōnē vālā, mārā rōmērōma ...
vikārō nē ākārōnī jaṁjīramāṁthī, havē tō mukti āpō rē ...
tamārā ramaṇa nē tamārā raṭaṇamāṁ ja, nitya amanē rākhōnē
bhavōbhavanī saghalī bhramaṇā amārī, havē tō bhāṁgōnē
nā karō vāsa havē vālā, tamārā haiyē sarasā cāṁpōnē, rōmērōmamāṁ
raṁgē raṁgē ō raṁgarējha, tamārā raṁgamāṁ raṁgōnē
śvāsēśvāsamāṁ havē tō tamē samāōnē vālā mārā, rōmērōmamāṁ
|