નીકળ્યા ખુદને જાણવા ને પરખવા, પણ શું થયું
જ્યાં દૃષ્ટિ બહારની બહાર રહી
ચાહ્યું ને માગ્યું ચંચળતા થાય ખતમ, પણ શું થયું,
જ્યાં ઇચ્છાઓ ને ઇચ્છાઓ ને ઇચ્છાઓ વધતી ને વધતી રહી
શાંતિની કરી સરાહના ઘણી જીવનમાં અમે, પણ શું થયું
અંતરમાં ઉત્પાત જ્યાં જાગતા ને જાગતા રહ્યા
ચાહ્યું મહેકે સુગંધથી જીવન અમારું, પણ શું થયું
જ્યાં વિકૃતિમાં વૃત્તિ રમતી રહી
હિંમતનાં બણગાં ફૂંક્યાં જીવનમાં અમે ઘણાં, પણ શું થયું,
જ્યાં શરીર રોગ ગ્રસ્ત થયું
દીવાનગીની કરી વાતો બહુ મોટી જીવનમાં, પણ શું થયું,
જ્યાં પહેચાન ખુદની ના છૂટી
જીવનની કરી મોટી વાતો અમે રે જીવનમાં, પણ શું થયું,
જ્યાં આપત્તિ આવીનો ઊભી રહી
દાંતના દેખાડા કર્યા ઘણા જીવનમાં, પણ શું થયું
જ્યાં ખુદનું પેટ ખાલી થયું
ભજનપૂજન કર્યાં ઘણાં અમે રે જીવનમાં, પણ શું થયું,
જ્યાં અહંકાર ના છૂટ્યો
તૈયારી વગરની તૈયારી કરી અમે જીવનમાં ઘણી
અંતે શું થયું એ તો જાણી લીધું
- સંત શ્રી અલ્પા મા
nīkalyā khudanē jāṇavā nē parakhavā, paṇa śuṁ thayuṁ
jyāṁ dr̥ṣṭi bahāranī bahāra rahī
cāhyuṁ nē māgyuṁ caṁcalatā thāya khatama, paṇa śuṁ thayuṁ,
jyāṁ icchāō nē icchāō nē icchāō vadhatī nē vadhatī rahī
śāṁtinī karī sarāhanā ghaṇī jīvanamāṁ amē, paṇa śuṁ thayuṁ
aṁtaramāṁ utpāta jyāṁ jāgatā nē jāgatā rahyā
cāhyuṁ mahēkē sugaṁdhathī jīvana amāruṁ, paṇa śuṁ thayuṁ
jyāṁ vikr̥timāṁ vr̥tti ramatī rahī
hiṁmatanāṁ baṇagāṁ phūṁkyāṁ jīvanamāṁ amē ghaṇāṁ, paṇa śuṁ thayuṁ,
jyāṁ śarīra rōga grasta thayuṁ
dīvānagīnī karī vātō bahu mōṭī jīvanamāṁ, paṇa śuṁ thayuṁ,
jyāṁ pahēcāna khudanī nā chūṭī
jīvananī karī mōṭī vātō amē rē jīvanamāṁ, paṇa śuṁ thayuṁ,
jyāṁ āpatti āvīnō ūbhī rahī
dāṁtanā dēkhāḍā karyā ghaṇā jīvanamāṁ, paṇa śuṁ thayuṁ
jyāṁ khudanuṁ pēṭa khālī thayuṁ
bhajanapūjana karyāṁ ghaṇāṁ amē rē jīvanamāṁ, paṇa śuṁ thayuṁ,
jyāṁ ahaṁkāra nā chūṭyō
taiyārī vagaranī taiyārī karī amē jīvanamāṁ ghaṇī
aṁtē śuṁ thayuṁ ē tō jāṇī līdhuṁ
|