પ્રેમ છે અમોઘ ઔષધ જીવનનું, પ્રેમથી જ બધું પમાય છે
પ્રેમથી જીવન જીવાય છે, પ્રેમથી ઉમંગ-ઉલ્લાસ છવાય છે
પ્રેમથી નિત્ય રંગ-રાસ રમાય છે, પ્રેમથી બધું પમાય છે
પ્રેમથી રાધા બને કાનો, પ્રેમથી કાનો રાધા બની જાય છે
ભુલાય છે આ જગ, ને સઘળી છાપ વીસરી જવાય છે
ત્રિલોકના નાથ પણ ત્યાં, લાચાર થઈ જાય છે
આનંદ આનંદે એ તો ઊછળતા જાય છે, પ્રેમથી બધું પમાય છે
પ્રેમ ખોલે છે બંધ દ્વાર, પ્રેમે પ્રેવશ મળી જાય છે
પ્રેમ જ જીવનના રંગરૂપ ને તેજને બદલી જાય છે
પ્રેમથી જળ પણ ચેતનમાં, પરિવર્તિત થઈ જાય છે
પ્રેમથી અણુ અણુમાં, સ્પંદન ઉત્પન્ન થઈ જાય છે
પ્રેમથી પથ્થર પણ પીગળી જાય છે, પ્રેમે બધું પમાય છે
- સંત શ્રી અલ્પા મા
prēma chē amōgha auṣadha jīvananuṁ, prēmathī ja badhuṁ pamāya chē
prēmathī jīvana jīvāya chē, prēmathī umaṁga-ullāsa chavāya chē
prēmathī nitya raṁga-rāsa ramāya chē, prēmathī badhuṁ pamāya chē
prēmathī rādhā banē kānō, prēmathī kānō rādhā banī jāya chē
bhulāya chē ā jaga, nē saghalī chāpa vīsarī javāya chē
trilōkanā nātha paṇa tyāṁ, lācāra thaī jāya chē
ānaṁda ānaṁdē ē tō ūchalatā jāya chē, prēmathī badhuṁ pamāya chē
prēma khōlē chē baṁdha dvāra, prēmē prēvaśa malī jāya chē
prēma ja jīvananā raṁgarūpa nē tējanē badalī jāya chē
prēmathī jala paṇa cētanamāṁ, parivartita thaī jāya chē
prēmathī aṇu aṇumāṁ, spaṁdana utpanna thaī jāya chē
prēmathī paththara paṇa pīgalī jāya chē, prēmē badhuṁ pamāya chē
|