View Hymn (Bhajan)
Hymn No. 4838 | Date: 08-Jul-20192019-07-082019-07-08આતમરામ જાગે નહીં જ્યાં સુધી ત્યાં સુધી, કાંઈ ના થાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=atamarama-jage-nahim-jyam-sudhi-tyam-sudhi-kami-na-thayaઆતમરામ જાગે નહીં જ્યાં સુધી ત્યાં સુધી, કાંઈ ના થાય
લાખ કરો કોશિશ જીવનમાં, જીવન કોરું રહી જાય રે
અંતર ખાલી રહી જાય રે, અંતર ખાલી રહી જાય...
પ્રગટ બ્રહ્મ વસે નહીં અંતરમાં, ત્યાં સુધી કાંઈ ના થાય
હે જીવ કરીને કરી લે વિચાર, રાતવાસમાં ક્યાં સુધી અટવાય
દેહ અભિમાનમાં તું જગમાં ઘૂમ્યો, ફોગટ ફેરો જાય
દેહાધીન થઈ રહેવાથી, પ્રભુ ના પ્રગટ થાય,
હે જીવ કરી લે કરી લે વિચાર, કરીને કરી લે વિચાર ...
સમજ જ્યાં સુધી એની સમજમાં ના ભળે, ત્યાં સુધી કાંઈ ના થાય
ધનદોલત બહુ કમાયા, સઘળું અહીંનું અહીં રહી જાય રે, હે જીવ ...
તૃષ્ણા પાછળ દોડી દોડીને-થાક વિના બીજું કંઈ ના પમાય રે
આતમરામ જાગે નહીં જ્યાં સુધી ત્યાં સુધી, કાંઈ ના થાય