View Hymn (Bhajan)
Hymn No. 4839 | Date: 06-Aug-20192019-08-062019-08-06કામણગારો કૃષ્ણ કાનુડો, છેલછબીલો નટવર નખરાળોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kamanagaro-krishna-kanudo-chhelachhabilo-natavara-nakharaloકામણગારો કૃષ્ણ કાનુડો, છેલછબીલો નટવર નખરાળો
અટકમટક કરી નજર મળાવે, નજરથી સહુને ઘાયલ કરનારો
હૈયામાં વસનારો એવો, સંમોહિત કરીને સૂધબૂધ હરનારો
પ્રેમબાણની વર્ષા વરસાવનારો, એવો નટખટ નખરાળો
પ્રેમપ્યારો નટવર નાનો, અતિ સુંદર છે કાનુડો કાળો કાળો
હૃદયને રંગનારો, રંગબેરંગી રંગે રંગી-પ્રેમ સુધા વરસાવનારો
સૂર મધુર વહાવી, નાચ નચાવી, મદહોશીમાં સહુને રમાડનારો
અંગેઅંગમાં સ્પંદન ભરીને, આનંદથી આનંદમાં રમાડનારો
જીવનમાં જીવન ભરનારો, જીવનમાં જીવન દેનારો, એવો એ પ્રેમ પ્યારો
હૈયાને શાંતિ ને આંખોમાં ઠંડક ભરનારો, નટખટ નાનો નખરાળો
અટપટી ચાલ ચાલનારો, સમજમાં ના કદી આવનારો, નખરાળો
કામણગારો કૃષ્ણ કાનુડો, છેલછબીલો નટવર નખરાળો