આત્મરથના છે બે પૈડાં, પહોંચવું છે મને મંઝિલ પર એક આધારે
જોડાયા આ બે પૈડાં, પણ રહે એકબીજાથી દૂર
છે રસ્તો તો ખરબચડો, ચાલતાં- ચાલતાં એ તો અટવાય
મનડું થાય જ્યાં સ્થિર, ત્યાં તનડું ક્યાંક અટવાય
ન ચાલે બંને એક રાહે, રાહ બદલવા જાય
રાહ બદલે જ્યાં એક પૈડું મારું, તો બીજો બીજી રાહ પર ચાલવા જાય
અને ત્યાં રથ તૂટી જાય,
જોડી-જોડી આ મારા રથને પ્રભુ, હું તો થાકી જાઉં
પ્રયત્ન તો ઘણા કર્યા, પણ વગર તારી કૃપા કાંઈ નહીં થાય
પ્રભુ, કૃપા એવી કરજે, કે પહોંચે આ મારો રથ તારે દ્વાર
- સંત શ્રી અલ્પા મા
ātmarathanā chē bē paiḍāṁ, pahōṁcavuṁ chē manē maṁjhila para ēka ādhārē
jōḍāyā ā bē paiḍāṁ, paṇa rahē ēkabījāthī dūra
chē rastō tō kharabacaḍō, cālatāṁ- cālatāṁ ē tō aṭavāya
manaḍuṁ thāya jyāṁ sthira, tyāṁ tanaḍuṁ kyāṁka aṭavāya
na cālē baṁnē ēka rāhē, rāha badalavā jāya
rāha badalē jyāṁ ēka paiḍuṁ māruṁ, tō bījō bījī rāha para cālavā jāya
anē tyāṁ ratha tūṭī jāya,
jōḍī-jōḍī ā mārā rathanē prabhu, huṁ tō thākī jāuṁ
prayatna tō ghaṇā karyā, paṇa vagara tārī kr̥pā kāṁī nahīṁ thāya
prabhu, kr̥pā ēvī karajē, kē pahōṁcē ā mārō ratha tārē dvāra
|
Explanation in English
|
|
The chariot of my soul has two wheels, I must reach my destination with a single support.
These two wheels are joined together, yet they remain far apart from each other.
The path is rough and bumpy, and while moving along, it gets stuck.
Wherever the mind becomes still, the body gets entangled somewhere else.
Both do not walk on the same path, they try to change their direction;
Where one of my wheels changes its path, the other goes on a different way.
And right there, the chariot breaks down.
Piecing together this chariot of mine, O Lord, I am growing exhausted;
I made many attempts, but without your grace, nothing will happen.
O Lord, bestow such grace that this chariot of mine reaches your door.
|