View Hymn (Bhajan)
Hymn No. 4642 | Date: 07-Jul-20172017-07-072017-07-07અટ્ટહાસ્યની આ કોઈ સભા નથી, મનમાની કરવાની આ જગા નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=attahasyani-a-koi-sabha-nathi-manamani-karavani-a-jaga-nathiઅટ્ટહાસ્યની આ કોઈ સભા નથી, મનમાની કરવાની આ જગા નથી
ના આવશે અહીં કે ફુરસદિયા માટે, અહીં કોઈ જગા નથી
તમારા મીઠા મીઠા મલકતા ચહેરાના, હાસ્યથી વાકેફ છીએ અમે
બોલતા નથી કાંઈ એ વાત અલગ છે, પણ સમજથી કાંઈ પરે નથી
સાથી ને સંગાથી માટે આવતા હો, તો આ સાચી જગા નથી
માયાનોં બંધન બાંધવા માટે અહીં, કોઈ રસ્સી નથી
કપાઈ જાશો, છૂંદાઈ જાશો, દર્દ સહેવા માટે હજી તૈયાર નથી
મારું મારું ને મળે મળે ના ચક્કરમાં કાંઈ વળવાનું નથી
ભૂલવી હશે પોતાની જાતને તો, અહીં ફરિયાદ સાંભળવાવાળું કોઈ નથી
યાદોને ફરિયાદો મટ્યા વગર, આગળ કોઈ વધી શકતું નથી
અટ્ટહાસ્યની આ કોઈ સભા નથી, મનમાની કરવાની આ જગા નથી