View Hymn (Bhajan)
Hymn No. 4641 | Date: 07-Jul-20172017-07-072017-07-07નિત્ય નિરંતર રટણ એનું, એ જ તો એનું પૂજન છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nitya-nirantara-ratana-enum-e-ja-to-enum-pujana-chheનિત્ય નિરંતર રટણ એનું, એ જ તો એનું પૂજન છે
શ્વાસોમાં ગુંજન એનું, એ જ તો એનું પૂજન છે
રહે સતત અહેસાસ એનો, એ જ તો એનું પૂજન છે
હૃદયમાં વાસ એનો, એ જ તો એનું પૂજન છે
ઘટ ઘટમાં ભાસ એનો, એ જ તો એનું પૂજન છે
ભાવોમાં વહે સતત ગીત એનું, એ જ તો પૂજન છે
છૂટે સઘળા હોશ જીવનમાં, એ જ તો એનું પૂજન છે
દૃશ્યેદૃશ્યમાં સજે દૃશ્ય, એનું એ જ તો પૂજન છે
મટે સઘળા હું ને તું ના ભેદ, એનું, એ જ તો એનું પૂજન છે
થાય ને કરે જો કોઈ આવું પૂજન, પછી ના કોઈ અંતર છે
નિત્ય નિરંતર રટણ એનું, એ જ તો એનું પૂજન છે