View Hymn (Bhajan)
Hymn No. 4520 | Date: 16-Apr-20162016-04-162016-04-16આવડતું નથી અમને કાંઈ, અમે કાંઈ કરતા નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avadatum-nathi-amane-kami-ame-kami-karata-nathiઆવડતું નથી અમને કાંઈ, અમે કાંઈ કરતા નથી
કરી રહ્યા છો તમે બધું, તોય તમે કાંઈ બોલતા નથી
જોઈ જોઈને મુખ અમારું, તમે મલક્યા વિના રહેતા નથી
પ્રભુ આવું આવું તમે કરો, અમે તમને સમજ્યા નથી
કોશિશો તોય સમજવાની તમને, અમે છોડતા નથી
આવું કરીએ કરીએ અમે બધું, તોય અમે કાંઈ કરતા નથી
મળતા દીદાર તમારા, હરખાયા વિના અમે રહેતા નથી
હર ચાહમાં છે ચાહ તમારી, છૂપી વાત આ કાંઈ નવી નથી
જાણ છે તમને બધી, હાલત અમારી તમારાથી કાંઈ છૂપી નથી
આવડતું નથી અમને કાંઈ, અમે કાંઈ કરતા નથી