View Hymn (Bhajan)
Hymn No. 4519 | Date: 16-Apr-20162016-04-162016-04-16માતા છે, પિતા છે, જીવનદાતા છે, શિવ તો વરદાતા છે (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mata-chhe-pita-chhe-jivanadata-chhe-shiva-to-varadata-chheમાતા છે, પિતા છે, જીવનદાતા છે, શિવ તો વરદાતા છે (2)
જગત આ તો જાણે છે, જગતથી ના આ વાત છૂપી છે, શિવ તો ...
આપે છે સહજતાથી બધાને બધું, બસ હૃદયની સરળતા એ ચાહે છે
ભોલેનાથને કૃપા કરતાં ના વાર લાગે છે, શિવ તો વરદાતા છે
યોગ્યતા ને અયોગ્યતાના અંતરને એ મિટાવે છે, શ્રેષ્ઠ સહુને બનાવે છે
દિવ્યતા છે પાસે એની અપાર, સહુને એ દિવ્યતા આપે છે
જાણે છે સમજે છે બધું, બસ આપણી તૈયારીની રાહ એ જુએ છે
આપવામાં એક ક્ષણનો ના એ વિલંબ કરે છે, એ તો દાતાનો દાતા છે
જગત કલ્યાણ છે કાર્ય એનું, સતત એ તો કરતો રહે છે
જીવને શિવ બનાવવા તત્પર એ તો રહે છે, શિવ તો વરદાતા છે
માતા છે, પિતા છે, જીવનદાતા છે, શિવ તો વરદાતા છે (2)