View Hymn (Bhajan)
Hymn No. 4521 | Date: 16-Apr-20162016-04-162016-04-16એક એક બાળની વિનંતી, માતા કાન ધરીને સાંભળે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=eka-eka-balani-vinanti-mata-kana-dharine-sambhale-chheએક એક બાળની વિનંતી, માતા કાન ધરીને સાંભળે છે
અસંખ્ય બાળ છે એના છતાંય, ગણતરી સહુની એ રાખે છે
જાણે છે બધું તોય જગતની જનની, પ્રેમથી સહુને નીરખે છે
કોઈ તો આવે નજદીક એની, કે ગળે લગાડવા સહુને તરસે છે
નયને એના પ્રેમની અમીરસ ધારા તો સતત વરસે છે
જાગે બાળને ફરિયાદ એના કાજે, એને ના કદી ફરિયાદ જાગે છે
ભૂલે બાળ એને ભલે, ના એ કદી કોઈ બાળને ભૂલે છે
સરળતા ને નિખાલસતા માટે તરસે છે, ના કાંઈ બીજું એ ચાહે છે
આશિષ તો બધા બાળને, એ ભરી ભરીને આપે છે
રાહ જોતી સદાય એ તો એના બાળની, એની ધીરજ ના એમાં ખૂટે છે
એક એક બાળની વિનંતી, માતા કાન ધરીને સાંભળે છે