View Hymn (Bhajan)
Hymn No. 4694 | Date: 22-Mar-20182018-03-222018-03-22અવસ્થાથી અમારી ના કાંઈ તું અજાણ છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avasthathi-amari-na-kami-tum-ajana-chheઅવસ્થાથી અમારી ના કાંઈ તું અજાણ છે
છતાં દિલની વાત તને અમે કરીએ છીએ
ના માગણી છે, ના કોઈ ફરિયાદ છે આ
બસ આપવીતી તને સંભળાવીએ છીએ
ચાહીએ છીએ તારા પ્રેમમાં, સતત રમતા રહીએ
આરોપિત કરેલી સઘળી ઓળખાણ ભૂલીએ
પામીએ તારું સાંનિધ્ય એવું, તારામય બની જઈએ
ભૂલીને સઘળું, તારા જ અસ્તિત્વમાં વિલીન થઈ જઈએ
સાચી શરણાગતિ જાગે હૃદયમાં, કે સંગ તારી રહીએ
ખોવાઈ જઈએ તારામાં એવા, કે એકાકાર થઈ જઈએ
કરતાં કરતાં તારું નામસ્મરણ, એકરૂપ તારામાં થઈ જઈએ
અવસ્થાથી અમારી ના કાંઈ તું અજાણ છે