View Hymn (Bhajan)
Hymn No. 4695 | Date: 22-Mar-20182018-03-222018-03-22ટક ટક ટક કરે છે, મન અમારું ટક ટક ટક કરે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=taka-taka-taka-kare-chhe-mana-amarum-taka-taka-taka-kare-chheટક ટક ટક કરે છે, મન અમારું ટક ટક ટક કરે છે
કહું છું એ તો કે, મન તો બહુ ભટકે છે
સાંભળો છો તમે કે, પછી કાંઈક કામમાં વ્યસ્ત છો
ક્યારથી વાત તમને, એકની એક તો કરું છું
ના આપો હુંકારો મને, તમે શું વાત મારી ના સાંભળો છો
ચાહું છું ઠહેરાવ તારામાં, પણ એ તો નાચ નાચતું જાય છે
તમારી આંખની મસ્તી પરથી, તો ખ્યાલ એ આવે છે
છે દવા તમારી પાસે, અમારા આ મરકટ મનની
બસ રાહ જોઈને બેઠા છીએ, કે બાટલી ક્યારે ખોલો છો
કરશો ને કરવી પડશે દવા તો, તમને અમારા દર્દની
શૈના કાજે તમે મંદ મંદ મુસ્કુરાઓ છો
ટક ટક ટક કરે છે, મન અમારું ટક ટક ટક કરે છે