View Hymn (Bhajan)
Sr No. 4796 | Date: 03-Mar-20192019-03-032019-03-03આવીને ના આવ્યા, મળીને તને ના મળ્યાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avine-na-avya-maline-tane-na-malyaઆવીને ના આવ્યા, મળીને તને ના મળ્યા
પ્રભુ કર્યું આવું શા કાજે, સમજીને પણ ના સમજ્યા
ઠગણી માયાના હાથે, અમે ઠગાયા, અમે ઠગાયા
કોઈથી નહીં ખુદ જ ખુદના હાથે, અમે છેતરાયા
ધ્યેય-ધર્મ ભૂલીને, અમે ઊલટી જાળમાં ફસાયા
જન્મ લીધો પણ જન્મ સિદ્ધ ના રે અમે કીધો
ભૂલીને બધું ભૂલ્યા ખુદને જ્યાં, ત્યાં બધું ભૂલ્યા
સૂતા એવા માયાની નીંદરે, કે ના પછી જાગ્યા
અજાગ્રત અવસ્થામાં અમારી, અમે ના કાંઈ પામ્યા
ભ્રમણા ના ભાંગી અમારી, ખાલી ભ્રમણામાં ભમ્યા
આવીને ના આવ્યા, મળીને તને ના મળ્યા