View Hymn (Bhajan)
Sr No. 4795 | Date: 24-Feb-20192019-02-242019-02-24પ્રભુ કરે બધું થાય, બાકી સૂકા પત્તાને હવાની અસર ના થાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-kare-badhum-thaya-baki-suka-pattane-havani-asara-na-thayaપ્રભુ કરે બધું થાય, બાકી સૂકા પત્તાને હવાની અસર ના થાય
મળી જાય એનો સાથ ને સંગાથ, તો પાપડતોડ પહેલવાન પણ જંગ જીતી જાય
જીવીએ છીએ જગતમાં આપણે, જોઈએ છીએ કીડી-મંકાળેની રક્ષા થાય
અણધાર્યું ને અસંભવ પણ સંભવ થાય, પ્રભુ કરે તો બધું થાય
બદલાય બધું આ જગતમાં, સત્ય આ ક્યારેય ના બદલાય, પ્રભુ ...
સંહારક આ સૃષ્ટિમાં, બધાના આહારનો પ્રબંધ આપોઆપ થાય
કીડીને કણ ને હાથી ને મણ, વહાલો મારો પ્રેમે ખવડાવતો રે જાય
કર્મોનાં કપરાં ચડાણ, એની કૃપાએ સરળ બની રે જાય, પ્રભુ...
અસ્તિત્વ છે અણુએઅણુમાં, તો બસ એનું ને એનું જ
દિલથી સ્વીકારાય આ વાત જ્યારે, ત્યારે અનુભવ આ થાય
પ્રભુ કરે બધું થાય, બાકી સૂકા પત્તાને હવાની અસર ના થાય