View Hymn (Bhajan)

Sr No. 4797 | Date: 03-Mar-20192019-03-03તારી જ વૃત્તિ ને તારા વિચારોને તું જોતો ખરો જરાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-ja-vritti-ne-tara-vicharone-tum-joto-kharo-jaraતારી જ વૃત્તિ ને તારા વિચારોને તું જોતો ખરો જરા

આશ્ચર્ય તને એવાં થાશે, બીજાં બધાં આશ્ચર્ય મટી રે જાશે

લોકો પર ટીકા ટિપ્પણ ને હસવાની છે, જે આદત તો તારી

ખુદના જ ખુદમાં જ્યાં દર્શન કરશે, અન્યની જરૂર ના પડશે

ખુદ જ ખુદ પર હસશે એટલું કે, મૂર્ખતાના ખજાના મળશે

જે કાંઈ જોઈતું હશે તને જીવનમાં, તલાશ ખુદમાં જો તું કરશે

અચૂક-અણધાર્યું બધું તને, એ મળી રે જાશે

જીવનમાં અન્યને કાંઈ કહેવાની, જરૂર તને નહીં રે પડશે

તારા ભેદભરમ ને દંભને જો તું, સારી રીતે ઓળખી રે જાશે

કાદવ-કીચડ ને દુર્ગંધથી ભરેલા, મળ તને જોવા રે મળશે

બહારની સુંદરતાનાં ખેંચાણ, તારાં ત્યાં ખતમ રે થાશે

તારી જ વૃત્તિ ને તારા વિચારોને તું જોતો ખરો જરા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārī ja vr̥tti nē tārā vicārōnē tuṁ jōtō kharō jarā

āścarya tanē ēvāṁ thāśē, bījāṁ badhāṁ āścarya maṭī rē jāśē

lōkō para ṭīkā ṭippaṇa nē hasavānī chē, jē ādata tō tārī

khudanā ja khudamāṁ jyāṁ darśana karaśē, anyanī jarūra nā paḍaśē

khuda ja khuda para hasaśē ēṭaluṁ kē, mūrkhatānā khajānā malaśē

jē kāṁī jōītuṁ haśē tanē jīvanamāṁ, talāśa khudamāṁ jō tuṁ karaśē

acūka-aṇadhāryuṁ badhuṁ tanē, ē malī rē jāśē

jīvanamāṁ anyanē kāṁī kahēvānī, jarūra tanē nahīṁ rē paḍaśē

tārā bhēdabharama nē daṁbhanē jō tuṁ, sārī rītē ōlakhī rē jāśē

kādava-kīcaḍa nē durgaṁdhathī bharēlā, mala tanē jōvā rē malaśē

bahāranī suṁdaratānāṁ khēṁcāṇa, tārāṁ tyāṁ khatama rē thāśē