આવીને વસો પ્રભુ, હૈયામાં મારા, મારા હૈયાની ખાલી જગ્યા પૂરો
પૂરે કોઈ અન્ય, એ પહેલા પ્રભુ, તમે પૂરો, મારા હૈયાની ખાલી જગ્યા પૂરો
જન્મોજન્મથી જે ખાલી છે જગ્યા, એ જગ્યાને તમે આ જન્મમાં પૂરો
દૂર કરો તમે મારા આ દુઃખભર્યા ખાલીપાને, પ્રેમે પધારીને, તમે ખાલી જગ્યા પૂરો
ખાલી જગ્યા પૂરવા કરી મેં તો ખૂબ કોશિશો, તોય એ તો ખાલી ને ખાલી રહી
સમજાયું આખર મને, છે જગ્યા એ તો તમારી, તો તમારું સ્થાન તમે ગ્રહણ કરો
ખાલી જગ્યાથી ભરેલા આ મારા હૈયામાં, વસી તમે એને સુશોભિત કરો
આનંદ ને તેજની એ મસ્તીથી, મારા જીવનને તમે ભરો, પ્રભુ, મારા હૈયામાં આવીને વસો
પૂરીશ હું તમારા હૈયાની ખાલી જગ્યા, છે એ તો વાયદો મારો
વાયદો મારો પૂરો કરાવવા કાજે, મારા હૈયામાં આવીને વસો
- સંત શ્રી અલ્પા મા
āvīnē vasō prabhu, haiyāmāṁ mārā, mārā haiyānī khālī jagyā pūrō
pūrē kōī anya, ē pahēlā prabhu, tamē pūrō, mārā haiyānī khālī jagyā pūrō
janmōjanmathī jē khālī chē jagyā, ē jagyānē tamē ā janmamāṁ pūrō
dūra karō tamē mārā ā duḥkhabharyā khālīpānē, prēmē padhārīnē, tamē khālī jagyā pūrō
khālī jagyā pūravā karī mēṁ tō khūba kōśiśō, tōya ē tō khālī nē khālī rahī
samajāyuṁ ākhara manē, chē jagyā ē tō tamārī, tō tamāruṁ sthāna tamē grahaṇa karō
khālī jagyāthī bharēlā ā mārā haiyāmāṁ, vasī tamē ēnē suśōbhita karō
ānaṁda nē tējanī ē mastīthī, mārā jīvananē tamē bharō, prabhu, mārā haiyāmāṁ āvīnē vasō
pūrīśa huṁ tamārā haiyānī khālī jagyā, chē ē tō vāyadō mārō
vāyadō mārō pūrō karāvavā kājē, mārā haiyāmāṁ āvīnē vasō
|