મોહ-માયામાં લલચાઈ, મેં ભૂલ કરી છે રે ભારી
આવ્યો છું શરણે તમારી, સંભાળી લેજો હવે મને, ઓ ગિરધારી
ડૂબતો આવ્યો છું જન્મોજન્મથી, આ જન્મમાં પણ ડૂબવા કાજે કરી છે પૂરી તૈયારી
છું ગુનેહગાર, મેં માન્યું, પણ ના કરજો હવે તમે કોઈ આનાકાની
સુધરવાની આપી તે ઘણી વારી, ના સુધરી શક્યો હું, એ છે મુસીબત મારી
આવીને વારે પ્રભુ, સુધારો ને દૂર કરો, સઘળી ઉપાધિ રે મારી
જેને ગણી રહ્યો છું હું મારી, એ સઘળી ચીજ છે તારી ને તારી
કરી છે ચોરી મેં તમારી, કરી લ્યો તમારા દિલમાં કેદ, ઓ ગિરધારી
પણ પાર ઉતારો મને, ઓ મારા અવિનાશી અવતારી
કાદવ-કીચડમાં ફસાયેલા, આ જીવને લ્યો તમે ઉગારી
- સંત શ્રી અલ્પા મા
mōha-māyāmāṁ lalacāī, mēṁ bhūla karī chē rē bhārī
āvyō chuṁ śaraṇē tamārī, saṁbhālī lējō havē manē, ō giradhārī
ḍūbatō āvyō chuṁ janmōjanmathī, ā janmamāṁ paṇa ḍūbavā kājē karī chē pūrī taiyārī
chuṁ gunēhagāra, mēṁ mānyuṁ, paṇa nā karajō havē tamē kōī ānākānī
sudharavānī āpī tē ghaṇī vārī, nā sudharī śakyō huṁ, ē chē musībata mārī
āvīnē vārē prabhu, sudhārō nē dūra karō, saghalī upādhi rē mārī
jēnē gaṇī rahyō chuṁ huṁ mārī, ē saghalī cīja chē tārī nē tārī
karī chē cōrī mēṁ tamārī, karī lyō tamārā dilamāṁ kēda, ō giradhārī
paṇa pāra utārō manē, ō mārā avināśī avatārī
kādava-kīcaḍamāṁ phasāyēlā, ā jīvanē lyō tamē ugārī
|