આવ્યા જગમાં, જીવ્યા જીવન, કર્યું બધું પણ કરવાનું ના કર્યું
સફળ ફેરા કરવા લીધું જીવન, નિષ્ફળતા વિના કાંઈ ના મળ્યું
માયામાં તણાયા એવા જીવનમાં, કે માયા ને માયામાં ખોવાઈ ગયા
ચેતવાનું હતું જીવનમાં, સ્વયંવની વૃત્તિઓથી ના ચેત્યા
બીજાને છેતરવામાં ને છેતરવામાં, પાવરધા બનતા ને બનતા ગયા
મનની છૂપી વૃત્તિઓના ખેલમાં, ખોવાતા ને ખોવાતા ગયા
ભૂલીને ખુદને અન્યને ત્રાજવામાં, તોલતા ને તોલતા રહ્યા
ભૂલ્યા વિનય, ચૂક્યા વિવેક, જ્યાં ના કરવાનું હતું ત્યાં આ જ કરતા રહ્યા
મળ્યા અનુભવ ઘણા, જાણ્યું ઘણું, તોય શંકાના સૂર સજાવતા રહ્યા
શાંતિની ચાહ રહી જીવનમાં સદાય, એ ચાહને ના પૂરી કરી શક્યા
છોડવી હતી જાતન જ્યાં ત્યાં, ના છોડી શક્યા, ના ભૂલી શક્યા
- સંત શ્રી અલ્પા મા
āvyā jagamāṁ, jīvyā jīvana, karyuṁ badhuṁ paṇa karavānuṁ nā karyuṁ
saphala phērā karavā līdhuṁ jīvana, niṣphalatā vinā kāṁī nā malyuṁ
māyāmāṁ taṇāyā ēvā jīvanamāṁ, kē māyā nē māyāmāṁ khōvāī gayā
cētavānuṁ hatuṁ jīvanamāṁ, svayaṁvanī vr̥ttiōthī nā cētyā
bījānē chētaravāmāṁ nē chētaravāmāṁ, pāvaradhā banatā nē banatā gayā
mananī chūpī vr̥ttiōnā khēlamāṁ, khōvātā nē khōvātā gayā
bhūlīnē khudanē anyanē trājavāmāṁ, tōlatā nē tōlatā rahyā
bhūlyā vinaya, cūkyā vivēka, jyāṁ nā karavānuṁ hatuṁ tyāṁ ā ja karatā rahyā
malyā anubhava ghaṇā, jāṇyuṁ ghaṇuṁ, tōya śaṁkānā sūra sajāvatā rahyā
śāṁtinī cāha rahī jīvanamāṁ sadāya, ē cāhanē nā pūrī karī śakyā
chōḍavī hatī jātana jyāṁ tyāṁ, nā chōḍī śakyā, nā bhūlī śakyā
|