તારું સ્મરણ ને તારી યાદ એ જ તો છે, મારા ધન-ધાન્યના ભંડાર
નયનોમાં વરસે નૂર જ્યાં, એ જ છે મારી તો રાહ
કાર્ય તું કરાવે છે, કાર્ય એ કરતા જવાનું છે, એ જ છે કર્મની રાહ
કોઈ સમજે કે ના સમજે, સમજીને બધું પણ શાંત રહેવાનું છે
વૃત્તિઓના નાચ બધાના, ખ્યાલ આવે તોય હાસ્ય મુખ પર રાખવાનું છે
જાણીને કોઈના ઇરાદા, ના હૈયામાં ખેદ લાવવાનો છે
કઠણ કાર્ય છે આ જીવન તો, એ તું કરાવતો જાય છે
ક્યારે ક જાગે દર્દ દિલમાં, ક્યારે ક અશ્રુ પણ એમાં સરી જાય છે
ધારા તારી અવિરત ઊતરે અવનિ પર, વંચિત ના કોઈને રાખે છે
ફરિયાદ તોય ઉઠે હૈયામાં માનવના, આ તો ચાલતું આવ્યું છે
તારી દયા કહું કે કૃપા, મોકા પર મોકા તું આપતો જાય છે
સમજે ને સંભલે જે સમયના સંગમાં, રંગે તારા રંગાઈ જાય છે
- સંત શ્રી અલ્પા મા
tāruṁ smaraṇa nē tārī yāda ē ja tō chē, mārā dhana-dhānyanā bhaṁḍāra
nayanōmāṁ varasē nūra jyāṁ, ē ja chē mārī tō rāha
kārya tuṁ karāvē chē, kārya ē karatā javānuṁ chē, ē ja chē karmanī rāha
kōī samajē kē nā samajē, samajīnē badhuṁ paṇa śāṁta rahēvānuṁ chē
vr̥ttiōnā nāca badhānā, khyāla āvē tōya hāsya mukha para rākhavānuṁ chē
jāṇīnē kōīnā irādā, nā haiyāmāṁ khēda lāvavānō chē
kaṭhaṇa kārya chē ā jīvana tō, ē tuṁ karāvatō jāya chē
kyārē ka jāgē darda dilamāṁ, kyārē ka aśru paṇa ēmāṁ sarī jāya chē
dhārā tārī avirata ūtarē avani para, vaṁcita nā kōīnē rākhē chē
phariyāda tōya uṭhē haiyāmāṁ mānavanā, ā tō cālatuṁ āvyuṁ chē
tārī dayā kahuṁ kē kr̥pā, mōkā para mōkā tuṁ āpatō jāya chē
samajē nē saṁbhalē jē samayanā saṁgamāṁ, raṁgē tārā raṁgāī jāya chē
|