View Hymn (Bhajan)

Sr No. 133 | Date: 07-Oct-19921992-10-07આવ્યો એક નાનકડો ઝોંકો પવનનો, મૂંઝવણમાં મને એ તો મૂકી ગયોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avyo-eka-nanakado-jonko-pavanano-munjavanamam-mane-e-to-muki-gayo-chheઆવ્યો એક નાનકડો ઝોંકો પવનનો, મૂંઝવણમાં મને એ તો મૂકી ગયો

આ શું? ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? જાગ્યા હૈયે સવાલ સેંકડો

ન મળતો એકનો જવાબ, મૂંઝવણમાં હું તો મુકાઈ ગયો

સમુદ્રના પાણીમાં ઊઠતા વમળ જોઈ, પાછો હું તો મૂંઝાઈ ગયો

કેમ ઊઠ્યા? ક્યારે ઊઠ્યા? ન આવ્યો ઉત્તર એનો જ્યાં, મૂંઝવણમાં હું તો મુકાઈ ગયો

હૈયે આવ્યા ઉછાળા જ્યાં મને, ત્યાં ભાગ્યું મન લગામને તોડીને

જ્યારે ન પડી લગામની ખબર, ત્યારે સરખામણીમાં હું તો સરકી ગયો

આવ્યો એક નાનકડો ઝોંકો પવનનો, મૂંઝવણમાં મને એ તો મૂકી ગયો
Avyo eka nanakado jonko pavanano, munjavanamam mane e to muki gayo

View Original
Increase Font Decrease Font

આવ્યો એક નાનકડો ઝોંકો પવનનો, મૂંઝવણમાં મને એ તો મૂકી ગયો

આ શું? ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? જાગ્યા હૈયે સવાલ સેંકડો

ન મળતો એકનો જવાબ, મૂંઝવણમાં હું તો મુકાઈ ગયો

સમુદ્રના પાણીમાં ઊઠતા વમળ જોઈ, પાછો હું તો મૂંઝાઈ ગયો

કેમ ઊઠ્યા? ક્યારે ઊઠ્યા? ન આવ્યો ઉત્તર એનો જ્યાં, મૂંઝવણમાં હું તો મુકાઈ ગયો

હૈયે આવ્યા ઉછાળા જ્યાં મને, ત્યાં ભાગ્યું મન લગામને તોડીને

જ્યારે ન પડી લગામની ખબર, ત્યારે સરખામણીમાં હું તો સરકી ગયો

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āvyō ēka nānakaḍō jhōṁkō pavananō, mūṁjhavaṇamāṁ manē ē tō mūkī gayō

ā śuṁ? kyāṁthī āvyō? kēma āvyō? jāgyā haiyē savāla sēṁkaḍō

na malatō ēkanō javāba, mūṁjhavaṇamāṁ huṁ tō mukāī gayō

samudranā pāṇīmāṁ ūṭhatā vamala jōī, pāchō huṁ tō mūṁjhāī gayō

kēma ūṭhyā? kyārē ūṭhyā? na āvyō uttara ēnō jyāṁ, mūṁjhavaṇamāṁ huṁ tō mukāī gayō

haiyē āvyā uchālā jyāṁ manē, tyāṁ bhāgyuṁ mana lagāmanē tōḍīnē

jyārē na paḍī lagāmanī khabara, tyārē sarakhāmaṇīmāṁ huṁ tō sarakī gayō
Explanation in English Increase Font Decrease Font

A tiny gust of wind arrived, and it left me in a state of confusion.

What is this? Where did it come from? Why did it come? Hundreds of questions awoke in my heart.

When not a single answer was found, I ended up trapped in bewilderment.

Seeing the whirlpools rising in the ocean water, I was lost in confusion once again.

Why did they rise? When did they rise? When no answer came, I was thrown right back into perplexity.

When waves of restlessness surged in my heart, my mind broke its reins and fled.

When I lost track of those controlling reins, I simply slipped away into a world of comparisons.