નથી જ્યાં મૂંઝવણભર્યું આ મન, નથી દુર્ગંધભર્યું આ તન
જવું છે એ પટમાં રે, જવું છે મને એ પ્રદેશમાં રે
નથી જ્યાં ઈર્ષા ભરેલી આંખ, નથી જ્યાં વેર ભરેલું હૈયું, જવું છે...
નથી ઝેર ભરેલી વાણી રે, નથી જ્યાં ચાડી ખાતું ચિત્ત રે, જવું છે...
નથી લેવા-દેવાની વાત રે, નથી જ્યાં “કહો છો શું”, એવા શબ્દ રે, જવું છે...
છે જ્યાં સમર્પણના ભાવ રે, છે જ્યાં બધું આપણું રે, જવું છે ...
સરકે જ્યાં આંખમાંથી અમી રે, વહે છે હૈયે પ્રેમની નદી રે, જવું છે ...
છે જ્યાં પ્રેમ, પ્રેમ, અને બસ પ્રેમ જ રે, જવું છે ...
જવું છે મને તો એ પ્રેમનગરીમાં રે, જવું છે મને તો એ પ્રદેશમાં રે
- સંત શ્રી અલ્પા મા
nathī jyāṁ mūṁjhavaṇabharyuṁ ā mana, nathī durgaṁdhabharyuṁ ā tana
javuṁ chē ē paṭamāṁ rē, javuṁ chē manē ē pradēśamāṁ rē
nathī jyāṁ īrṣā bharēlī āṁkha, nathī jyāṁ vēra bharēluṁ haiyuṁ, javuṁ chē...
nathī jhēra bharēlī vāṇī rē, nathī jyāṁ cāḍī khātuṁ citta rē, javuṁ chē...
nathī lēvā-dēvānī vāta rē, nathī jyāṁ "kahō chō śuṁ", ēvā śabda rē, javuṁ chē...
chē jyāṁ samarpaṇanā bhāva rē, chē jyāṁ badhuṁ āpaṇuṁ rē, javuṁ chē ...
sarakē jyāṁ āṁkhamāṁthī amī rē, vahē chē haiyē prēmanī nadī rē, javuṁ chē ...
chē jyāṁ prēma, prēma, anē basa prēma ja rē, javuṁ chē ...
javuṁ chē manē tō ē prēmanagarīmāṁ rē, javuṁ chē manē tō ē pradēśamāṁ rē
|
Explanation in English
|
|
Where this mind is no longer convoluted, and this body is free of malice,
I want to go to that expanse, oh, I want to go to that realm.
Where eyes are not filled with jealousy, and hearts are not filled with animosity, I want to go...
Where speech is not poisoned, and the subconscious does not backbite, I want to go...
Where there is no transactional talk, nor words like "what do you have to say?", I want to go...
Where there is only a sense of complete surrender, where everything is ours, I want to go...
Where nectar-like tears glide softly from the eyes, and a river of love flows in the heart, I want to go...
Where there is love, love, and only love, I want to go...
I want to go to that city of love, oh, I want to go to that realm.
|