View Hymn (Bhajan)
Hymn No. 3283 | Date: 05-Mar-19991999-03-051999-03-05આવ્યો હું તો તારા શરણે, શરણું તું આપજેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avyo-hum-to-tara-sharane-sharanum-tum-apajeઆવ્યો હું તો તારા શરણે, શરણું તું આપજે
ભૂલ્યો ભટક્યો હું તો બહું રે, હવે શરણમાં તું રાખજે
મનનો બહેકાવ્યો, હું તો બહું રે બહેક્યો
ના બહેકું જીવનમાં એ તું સંભાળજે, આવ્યો છું તારા …
ખાલી જામને તું મારા ભક્તિ રસથી રે ભરજે
જન્મ મરણના મારા ફેરા તું ટાળજે, આવ્યો હું તારા શરણે …
ઇચ્છાઓની પાછળ, જીવનમાં હું તો ભટક્યો
મારા દિલમાં તું મિલનની મહેચ્છા જગાવજે, આવ્યો હું,...
ઇચ્છાઓના વનમાં ના ભટકું હું, એ તું સંભાળજે
કે પ્રભુ તારા શરણમાં સદા તું મને રાખજે
આવ્યો હું તો તારા શરણે, શરણું તું આપજે