View Hymn (Bhajan)
Hymn No. 3284 | Date: 05-Mar-19991999-03-051999-03-05પવન કર્મોનો ફૂંકાય છે, ભાગ્ય એમાં બદલાય છે ને ઘડાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pavana-karmono-phunkaya-chhe-bhagya-emam-badalaya-chhe-ne-ghadaya-chheપવન કર્મોનો ફૂંકાય છે, ભાગ્ય એમાં બદલાય છે ને ઘડાય છે
જીવનમાં ઘણું ઘણું એમાં બદલાય છે, પવન કર્મોનો ફૂંકાય છે
ભાગ્યના લેખો તો સતત, લખાતા ને લખાતા જાય છે
નથી થાતું ક્ષણ એક માટે પણ બંધ, કર્મનો પવન ફૂંકાતો જાય છે
કોઈ માને કે ના માને આ હકીકતમાં, ફેરબદલી ના થાય છે
કર્મો થકી ઘડાય છે ભાગ્ય, આ હકીકતના બદલાય છે
તોય આજનો માનવી કર્મ કરવાનું ભૂલી, ભાગ્ય પર બેસી જાય છે
ભાગ્યની ઉપરવટ થવાને બદલે, નતમસ્તક થઈ સ્વીકારતો જાય છે
પોતાના ને પોતાના શબ્દોની રમતમાં, પોતે ફસાતો ને ફસાતો જાય છે
પવન કર્મોનો ફૂંકાય છે, ભાગ્ય એમાં બદલાય છે ને ઘડાય છે