View Hymn (Bhajan)
Hymn No. 935 | Date: 22-Aug-19941994-08-221994-08-22આવ્યો તારા દર્શન કરવા, તારી પાસે થયો વિલંબ જ્યાં એમાંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avyo-tara-darshana-karava-tari-pase-thayo-vilamba-jyam-emamઆવ્યો તારા દર્શન કરવા, તારી પાસે થયો વિલંબ જ્યાં એમાં
ભર્યા હતા જે ભાવો એ હૈયામાં, ના સાચવી શકાયા
થયા જ્યાં તારા દર્શન ત્યાં આનંદ તો મને ના થયો
મળવી જોઈએ જે શાંતિ તારું મુખડું જોતા, ના એ તો મને મળી
શાંતિએ જ્યાં સાથ છોડ્યો, ક્રોધથી જ્યાં દિલ ભભૂકી ગયું
નાશ પામી ત્યાં બુદ્ધિ મારી, ભાવ જ્યાં બદલાઈ રે ગયા
કરવો હતો અનુભવ, કાંઈ ને કાંઈ એ તો કરાવી રે ગયા
મને એ તો બેહેકાવી મારા ભાવો, મને હરાવી રે ગયા
તકરાર પર તકરાર ઊભી એ તો કરી રે ગયા
હારની વરમાળા મને એ તો, આવીને પાસ મારી પહેરાવી ગયા
આવ્યો તારા દર્શન કરવા, તારી પાસે થયો વિલંબ જ્યાં એમાં