View Hymn (Bhajan)
Hymn No. 936 | Date: 22-Aug-19941994-08-221994-08-22વહેતા રે જળમાં બધું, વહેતું ને વહેતું રે જાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vaheta-re-jalamam-badhum-vahetum-ne-vahetum-re-jayaવહેતા રે જળમાં બધું, વહેતું ને વહેતું રે જાય
વહેણમાં એના જ્યાં પડ્યા ત્યાં, તમે સંગ એની વહેતા ને વહેતા જાવ
વગર યત્ને કે વગર પ્રયત્ને એની સંગ તમે વહેતા રે જાવ
અટકે જ્યાં એ, આવે કિનારો, તમે આપોઆપ કિનારા પાસે આવી રે જાવ
વગર નાવડીએ પણ, તમને સામે કિનારે એ લઈ જાય
છોડ્યું જ્યાં પ્રભુ પર રે બધું તમે, ત્યાં એ બધું સંભાળી જાય
વિશ્વાસના આધારે, સાત સાગર પણ પાર થઈ જાય
એના રે વિશ્વાસ પર શું શું ના થાય, કહેવું છે એ મુશ્કેલ
ના કરે કોઈ એવું કામ, પ્રભુ પરનો વિશ્વાસ ડગી રે જાય
આપવી પડે મિસાલ એની, અન્યને કામ એવું એ કરાવી રે જાય
વહેતા રે જળમાં બધું, વહેતું ને વહેતું રે જાય