View Hymn (Bhajan)
Hymn No. 934 | Date: 22-Aug-19941994-08-221994-08-22પ્રેમ છે હૈયાની શાંતિ, પ્રેમ છે આત્માનું સ્વર્ગSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prema-chhe-haiyani-shanti-prema-chhe-atmanum-svargaપ્રેમ છે હૈયાની શાંતિ, પ્રેમ છે આત્માનું સ્વર્ગ
પ્રેમ આવો જ્યારે જાગે, ત્યારે જીવનમાં શાંતિ છવાઈ જાય
આનંદના મોજાં હૈયે ઉછળતા ને ઉછળતા રે જાય
પ્રેમમાં જ્યાં મોહ ભળી રે જાય, દુઃખ એ તો ખૂબ આપી રે જાય
દુઃખમાં ને દુઃખમાં હૈયું, અશાંત બની રે જાય
જાગતા નવીનવી ઇચ્છા ને નવી અપેક્ષા, હાલત હૈયાની ખૂબ ખરાબ થાય
જાગે જ્યાં સ્વાર્થ એમાં, પ્રેમ ત્યાં તો મટી રે જાય
અસર એની કોઈને થાય કે ના થાય, પણ હૈયાના બેહાલ થઈ જાય
નાજુક હૈયા પર ચોટ જ્યાં લાગે, જીવન નિરસ ત્યાં લાગતું રે જાય
સુખશાંતિ શું એમાં, જીવનની બાજી પણ હાથમાંથી છટકી રે જાય
પ્રેમ છે હૈયાની શાંતિ, પ્રેમ છે આત્માનું સ્વર્ગ