View Hymn (Bhajan)

Sr No. 1621 | Date: 23-Jul-19961996-07-23અયોગ્ય એને ઝીલી શકતા નથી પ્રભુ, તારી કૃપા યોગ્ય બનાવ્યા વિના રહેતી નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ayogya-ene-jili-shakata-nathi-prabhu-tari-kripa-yogya-banavya-vina-rahetiઅયોગ્ય એને ઝીલી શકતા નથી પ્રભુ, તારી કૃપા યોગ્ય બનાવ્યા વિના રહેતી નથી

છે યોગ્યતા-અયોગ્યતાતો કરેલાં કર્મોનાં ફળ, એના વિના એ કાંઈ નથી

કરે છે જીવનમાં સુકર્મ એનાં સારાં કર્મો, એને યોગ્ય બનાવ્યા વિના રહેતાં નથી

કરે છે જે નામસ્મરણ તારું પ્રભુ સાચા ભાવથી, એને તું યોગ્ય બનાવ્યા વિના રહેતો નથી

ત્યજી આળસને કરે છે જીવનમાં જે સતત સાર્થક પુરુષાર્થ, એ યોગ્ય બન્યા વિના રહેતા નથી

જાગી તીવ્ર ઝંખના જેના હૈયે યોગ્ય બનવાની, એ ઝંખના યોગ્ય બનાવ્યા વિના રહેતી નથી

યોગ્યતાએ પામી શકાય છે બધું, યોગ્યતા વિના કાંઈ પામી શકાતું નથી

જાગે છે જેને વિશ્વાસ પ્રભુમાં કે ગુરુમાં યોગ્યતા એનાથી દૂર રહી શકતી નથી

મળી જાય આશીર્વાદ જ્યાં સંત-મહંતના, યોગ્યતા પ્રગટ થયા વિના ત્યાં રહેતી નથી

છે પૂરી તૈયારી જેની પ્રભુ તને પામવાની, યોગ્યતા એને વગર રહી શકતી નથી

અયોગ્ય એને ઝીલી શકતા નથી પ્રભુ, તારી કૃપા યોગ્ય બનાવ્યા વિના રહેતી નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ayōgya ēnē jhīlī śakatā nathī prabhu, tārī kr̥pā yōgya banāvyā vinā rahētī nathī

chē yōgyatā-ayōgyatātō karēlāṁ karmōnāṁ phala, ēnā vinā ē kāṁī nathī

karē chē jīvanamāṁ sukarma ēnāṁ sārāṁ karmō, ēnē yōgya banāvyā vinā rahētāṁ nathī

karē chē jē nāmasmaraṇa tāruṁ prabhu sācā bhāvathī, ēnē tuṁ yōgya banāvyā vinā rahētō nathī

tyajī ālasanē karē chē jīvanamāṁ jē satata sārthaka puruṣārtha, ē yōgya banyā vinā rahētā nathī

jāgī tīvra jhaṁkhanā jēnā haiyē yōgya banavānī, ē jhaṁkhanā yōgya banāvyā vinā rahētī nathī

yōgyatāē pāmī śakāya chē badhuṁ, yōgyatā vinā kāṁī pāmī śakātuṁ nathī

jāgē chē jēnē viśvāsa prabhumāṁ kē gurumāṁ yōgyatā ēnāthī dūra rahī śakatī nathī

malī jāya āśīrvāda jyāṁ saṁta-mahaṁtanā, yōgyatā pragaṭa thayā vinā tyāṁ rahētī nathī

chē pūrī taiyārī jēnī prabhu tanē pāmavānī, yōgyatā ēnē vagara rahī śakatī nathī