View Hymn (Bhajan)
Sr No. 1620 | Date: 23-Jul-19961996-07-231996-07-23માણસ થઈને જો તું, માણસાઈને વ્હેંચી રે નાખશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=manasa-thaine-jo-tum-manasaine-vhenchi-re-nakhasheમાણસ થઈને જો તું, માણસાઈને વ્હેંચી રે નાખશે
મળવો મનુષ્યભવ ફરી પાછો, મુશ્કેલ બની રે જાશે
સમજ આ વાત સમય પહેલાં, નહીં તો અનજામ એનો બૂરો રે આવશે
પામવા હશે જો તને પ્રભુને, તો માણસાઈની જરૂર પડશે
જાણીશ જો અન્ય હૈયાની વાતને, તો પ્રભુના દિલ સુધી પહોંચી શકશે
નહીં તો ભવોભવના ફેરામાંથી, ઊંચો ના તું આવશે
સમજ જરા અન્યનાં દુઃખદર્દને, તું તને એ સમજવા પડશે
જાણીશ નહીં જો પીડ પરાઈ, તો પ્રભુને જાણવો મુશ્કેલ બનશે
પ્રેમભાવ ને દયાભાવને દિલમાં, તારે વસાવવા પડશે
કરીશ તું અન્ય પર તો પ્રભું કરશે, પ્રેમ તને સાચો રે કરશે
મટી જાશે તારા જન્મોના ફેરા, જીવનને સાચી રીતે તું જ્યાં જીવશે
માણસ થઈને જો તું, માણસાઈને વ્હેંચી રે નાખશે