View Hymn (Bhajan)
Sr No. 1622 | Date: 23-Jul-19961996-07-231996-07-23હોય કેવા બી સંજોગો, દેજે મને તું સદા એક જ ખ્યાલSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hoya-keva-bi-sanjogo-deje-mane-tum-sada-eka-ja-khyalaહોય કેવા બી સંજોગો, દેજે મને તું સદા એક જ ખ્યાલ
આરોગું હું એને પ્રેમથી, સમજીને તારો પ્રસાદ
ના જાગે હૈયે કોઈ કડવાટ, બતાવજે એના માટે કોઈ ઉપાય
કડવાટમાંથી બી ગ્રહણ કરતાં શીખું, હું તો મીઠી રે મીઠાશ
ના કરું કોઈ ફરિયાદ હું તને, ના જાગે હૈયે ખોટા રે ભાવ
સમજું ને શીખું સારું ને નવું, વેડફ ના ખોટી કોઈ પળ
થવાનું છે ને થાશે સારું, નહીં થાય કદી કાંઈ ખરાબ
રહે વિશ્વાસ પ્રભુ તુજ પર પૂરો, ના રહે એમાં કોઈ કચાશ
હરહાલમાં ખુશ રહું, ના રહું કદી હું જીવનમાં ઉદાસ
પામું તારી સંગ ને સાથ સદા, ના રહે ખાલી મારા શ્વાસ
હોય કેવા બી સંજોગો, દેજે મને તું સદા એક જ ખ્યાલ