Hymn No. 4504 | Date: 28-Aug-20152015-08-282015-08-28બદલશે ના જો તારા વ્યવહારને રે વર્તન, તો ક્યાંથી આવશે તારામાં પરિવર્તનSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/?title=badalashe-na-jo-tara-vyavaharane-re-vartana-to-kyanthi-avashe-taramamબદલશે ના જો તારા વ્યવહારને રે વર્તન, તો ક્યાંથી આવશે તારામાં પરિવર્તન મનના નાચમાં નાચ્યા, ખોટા વિચારોમાં રાચ્યા, બદલશે ના રે જો ... ના જાણ્યું સાચું શું છે રે જીવનમાં, રહ્યા પકડતા ખોટા તારને, તો ... વિકારોનાં વમળો ઊઠતા ને ઊઠતા રહેશે અંતરમાં, તો ક્યાંથી થાશે પ્રભુનાં દર્શન ના લાગે મન જ્યાં તારું પ્રભુ ભજનમાં ને કીર્તનમાં, તો આવશે ક્યાંથી શુભ પરિવર્તન ખોટી જીદો ને વાસનાઓમાં મન પરોવાયેલું રહેશે નિરંતર, તો ક્યાંથી આવશે … સંકુયિત વિચારોનાં બાંધતો રહેશે તું જ્યાં ખુદને રે બંધન, તો ક્યાંથી આવશે …. જાગે ના પ્રભુભાવો હૈયે, માયાનાં લાગે મીઠાં દર્શન, તો ક્યાંથી આવશે …. જગવાણીને માનશે સાચી, જાગશે ઇચ્છઓનાં બંધન, તો ક્યાંથી ... ધાર્યું થાય અહીં પ્રભુનું, ના થાય ધાર્યું કોઈનું, સમજશે જ્યારે આ સાચી રીતે જાગશે હૈયામાં જ્યારે, સાયું સમર્પણ ત્યારે, હૈયાના દર્પણમાં થાશે પ્રભુનાં દર્શન
બદલશે ના જો તારા વ્યવહારને રે વર્તન, તો ક્યાંથી આવશે તારામાં પરિવર્તન
બદલશે ના જો તારા વ્યવહારને રે વર્તન, તો ક્યાંથી આવશે તારામાં પરિવર્તન મનના નાચમાં નાચ્યા, ખોટા વિચારોમાં રાચ્યા, બદલશે ના રે જો ... ના જાણ્યું સાચું શું છે રે જીવનમાં, રહ્યા પકડતા ખોટા તારને, તો ... વિકારોનાં વમળો ઊઠતા ને ઊઠતા રહેશે અંતરમાં, તો ક્યાંથી થાશે પ્રભુનાં દર્શન ના લાગે મન જ્યાં તારું પ્રભુ ભજનમાં ને કીર્તનમાં, તો આવશે ક્યાંથી શુભ પરિવર્તન ખોટી જીદો ને વાસનાઓમાં મન પરોવાયેલું રહેશે નિરંતર, તો ક્યાંથી આવશે … સંકુયિત વિચારોનાં બાંધતો રહેશે તું જ્યાં ખુદને રે બંધન, તો ક્યાંથી આવશે …. જાગે ના પ્રભુભાવો હૈયે, માયાનાં લાગે મીઠાં દર્શન, તો ક્યાંથી આવશે …. જગવાણીને માનશે સાચી, જાગશે ઇચ્છઓનાં બંધન, તો ક્યાંથી ... ધાર્યું થાય અહીં પ્રભુનું, ના થાય ધાર્યું કોઈનું, સમજશે જ્યારે આ સાચી રીતે જાગશે હૈયામાં જ્યારે, સાયું સમર્પણ ત્યારે, હૈયાના દર્પણમાં થાશે પ્રભુનાં દર્શન
- સંત શ્રી અલ્પા મા
|