View Hymn (Bhajan)
Hymn No. 4505 | Date: 28-Aug-20152015-08-282015-08-28તારા ગુણો તને ઉપર ઉઠાવ્યા વગર નહીં રહેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tara-guno-tane-upara-uthavya-vagara-nahim-raheતારા ગુણો તને ઉપર ઉઠાવ્યા વગર નહીં રહે
તારા અવગુણો તને નીચે પાડ્યા વગર નહીં રહે
સમજી રે જાજે આ તું, સમજીને કરજે સમર્થન તું જીવનમાં
ગુણે-ગુણે તો જીવનમાં વિકાસ થાશે રે તારો
અવગુણો તારા વિકાસને રૂંધ્યા વિના તો નહીં રહે
કદમ કદમ પર જીવનમાં આવશે રે પ્રલોભનો તો ઘણાં ઝાઝાં
જોજે તૂટે ના સંયમના બાંધ, છૂટે ના સાચી સમજણના સથવારા
ઠગારાં દૃશ્યોમાં ના ઠગાતો, લાગશે એ તો અતિ પ્યારાં
વિનય-વિવેકનો લઈને સથવારો, પાથરજે તું તો પથારો
ઊઠવા ઉપર તું ગુણ-અવગુણથી, મળ્યો છે તને આ જન્મારો
છોડીને બંનેને વધજે આગળ તું, છે જ્યાં તારી મંઝિલનો કિનારો
તારા ગુણો તને ઉપર ઉઠાવ્યા વગર નહીં રહે