બદલાય વ્યવહાર જીવનનો, ત્યાં તો બધું બદલાય છે
કોઈક વ્યવહાર અભિશાપમાં, તો કોઈક આશીર્વાદમાં પળટાય છે
સ્મૃતિ જીવનમાં ક્યારેક લાગે આશીર્વાદ, તો ક્યારેક અભિશાપ બની જાય છે
વિસ્મૃતિ જીવનમાં લાગે ક્યારેક અભિશાપ, તો ક્યારેક આશીર્વાદ બની જાય છે
કોણ જાણે છે ને કોણ સમજે છે આ રાઝ જીવનના, ના જલદી એ સમજાય છે
સ્મૃતિ વિસ્મૃતિના ખેલમાં, માનવ રમતો ને રમતો જાય છે
ક્યારેક સ્મૃતિ પર મનાવે એ શોક, તો ક્યારેક વિસ્મૃતિ પર રડતો જાય છે
કરુણાસગરની કરુણાતો જુઓ, જરૂરત પ્રમાણે એ આપતો જાય છે
સ્મૃતિ વિસ્મૃતિ વચ્ચે, આ માનવ કેટલા સાગર પાર કરતો જાય છે
જાણીતી છતાં અજાણી, મંજિલ તરફ એ આગળ વધતો જાય છે
સ્મૃતિ પામતા મળે જીવનમાં જો ખુશી ને આનંદ, તો એ આશીર્વાદ છે
વિસ્મૃતિમાં મળે જીવનમાં ભરપૂર ચેન ને આરામ, તો એ આશીર્વાદ છે
સ્મૃતિ વિસ્મૃતિથી આવે જીવનમાં તનાવ, તો એ અભિશાપ છે
સીધી સાદી વાત છે, કે ક્યારેક શું અભિશાપ છે તો ક્યારેક શું આશીર્વાદ છે
- સંત શ્રી અલ્પા મા
badalāya vyavahāra jīvananō, tyāṁ tō badhuṁ badalāya chē
kōīka vyavahāra abhiśāpamāṁ, tō kōīka āśīrvādamāṁ palaṭāya chē
smr̥ti jīvanamāṁ kyārēka lāgē āśīrvāda, tō kyārēka abhiśāpa banī jāya chē
vismr̥ti jīvanamāṁ lāgē kyārēka abhiśāpa, tō kyārēka āśīrvāda banī jāya chē
kōṇa jāṇē chē nē kōṇa samajē chē ā rājha jīvananā, nā jaladī ē samajāya chē
smr̥ti vismr̥tinā khēlamāṁ, mānava ramatō nē ramatō jāya chē
kyārēka smr̥ti para manāvē ē śōka, tō kyārēka vismr̥ti para raḍatō jāya chē
karuṇāsagaranī karuṇātō juō, jarūrata pramāṇē ē āpatō jāya chē
smr̥ti vismr̥ti vaccē, ā mānava kēṭalā sāgara pāra karatō jāya chē
jāṇītī chatāṁ ajāṇī, maṁjila tarapha ē āgala vadhatō jāya chē
smr̥ti pāmatā malē jīvanamāṁ jō khuśī nē ānaṁda, tō ē āśīrvāda chē
vismr̥timāṁ malē jīvanamāṁ bharapūra cēna nē ārāma, tō ē āśīrvāda chē
smr̥ti vismr̥tithī āvē jīvanamāṁ tanāva, tō ē abhiśāpa chē
sīdhī sādī vāta chē, kē kyārēka śuṁ abhiśāpa chē tō kyārēka śuṁ āśīrvāda chē
|