View Hymn (Bhajan)
Sr No. 1026 | Date: 20-Oct-19941994-10-201994-10-20બદલાયું જ્યાં વર્તન જીવનમાં, લાગ્યું ત્યાં પરિવર્તનSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=badalayum-jyam-vartana-jivanamam-lagyum-tyam-parivartanaબદલાયું જ્યાં વર્તન જીવનમાં, લાગ્યું ત્યાં પરિવર્તન
વર્તન-વર્તન પર બદલાયે રે બધું, છે આ કેવું રે વર્તનનું નર્તન
વર્તન અપાવે કોઈને જુદાઈ, તો કોઈને વર્તન મેળ કરાવે
પ્યાર મળે વર્તનથી, મળે નફરત પણ વર્તનથી, છે આ કેવું રે વર્તનનું નર્તન
વ્યવહારની દુનિયાનો તો મંત્ર છે વર્તન, છે આ કેવું રે વર્તનનું નર્તન
વહાલો લાગતો હોય જે આજે, બદલાતા વર્તન, લાગે એ તો વેરી
પ્રેમથી ને પ્યારથી પુકાર્યો હોય જેને, બદલાતા વર્તન, નામ એનું કડવું રે લાગે
ઉદારતા ને પ્રેમ રહે જ્યાં સુધી, દિલમાં લાગે એનું પ્રેમભર્યું વર્તન
સ્વાર્થ ને અભિમાન વધ્યું જ્યાં, ના ગમે એનું વર્તનનું નર્તન
તન ને મનથી જોડાઈને કરી રહ્યા છે સહુ કોઈ, આ કેવું રે નર્તન, આ છે વર્તનનું નર્તન
બદલાયું જ્યાં વર્તન જીવનમાં, લાગ્યું ત્યાં પરિવર્તન