View Hymn (Bhajan)
Hymn No. 885 | Date: 27-Jul-19941994-07-271994-07-27બદનામ છું, બદનામ છું, બદનામ છું, ડર નથી હવે બદનામીનો મને, હું બદનામ છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=badanama-chhum-badanama-chhum-badanama-chhum-dara-nathi-have-badanaminoબદનામ છું, બદનામ છું, બદનામ છું, ડર નથી હવે બદનામીનો મને, હું બદનામ છું
બદનામીએ આપ્યું છે એક નામ મને, જાણીતો એમાં હું ખૂબ થઈ ગયો છું
નામ વગરનો નથી, અનામ હું તો, બદનામ છું બદનામ છું
નામ આપવાવાળાઓએ જ કરી દીધો છે મને બદનામ, હું બદનામ છું
નામદારોની રીતથી અલગ, એની ચાલથી અલગ મારી ચાલ છે
ગુમાવી દીધું છે મેં મારું, અસલી નામ ને સ્થાન તો એમાં
હું ગુમનામ છું, ગુમનામ છું, નથી કોઈ પતો ઠેકાણું મારું, હું ગુમનામ છું
અજાણી એ ગલીઓમાં ખોવાઈ ગયેલો, નામથી અજાણ, હું ગુમનામ છું
બદનામી ને ગુમનામીએ ઘેર્યો છે મને, હું મને ગોતું છું
ગુમનામ હું પ્રભુ હવે, તારી શરણે આજ આવ્યો છું
દઈ દે પ્રભુ એક નવું નામ તારું મને, હું ગુમનામ છું, હું બદનામ છું
બદનામ છું, બદનામ છું, બદનામ છું, ડર નથી હવે બદનામીનો મને, હું બદનામ છું