View Hymn (Bhajan)
Hymn No. 886 | Date: 27-Jul-19941994-07-271994-07-27હૈયાની આ આગમાં બધું જલતું ને જલતું રે જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haiyani-a-agamam-badhum-jalatum-ne-jalatum-re-jaya-chheહૈયાની આ આગમાં બધું જલતું ને જલતું રે જાય છે,
જીવન એમાં બળતું ને બળતું જાય છે, હૈયાની આગમાં બધું જલતું ……..
હવન પર હવન થાતા જાય છે, જેમાં જીવન હોમાતું જાય છે
હૈયાની એ જલતી આગની લપેટમાં, સુખચેન આવી જાય છે
દુઃખ ને દર્દથી પીડાતી જિંદગી, લાચાર બનતી ને બનતી જાય છે
ક્યારેક અહંકાર તો ક્યારેક ઈર્ષાની આગમાં બધું જલતું ને જલતું જાય છે
કેમ બુઝાવવી એ આગને, ઇલાજ બધા બેકાર બની જાય છે
ક્ષણેક્ષણે ને પળેપળે જીવનનો ધ્વંશ એ કરતી જાય છે
હૈયાની આગ બુઝાવવાને બદલે, બળતણ એમાં પૂરતો જાઉં છું
અન્યને ખતમ કરવાની તમન્નામાં, મારું બધું ખતમ કરતો હું જાઉં છું
હૈયાની આ આગમાં બધું જલતું ને જલતું રે જાય છે