View Hymn (Bhajan)
Hymn No. 884 | Date: 27-Jul-19941994-07-271994-07-27પ્રભુ છે આ તારી કેવી રે માયા(2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhe-a-tari-kevi-re-mayaપ્રભુ છે આ તારી કેવી રે માયા(2)
કેટલા આવ્યા ને કેટલા ગયા, ફરક એમાં કાંઈ ના પડ્યા
અભિમાનભર્યા હૈયાના, અભિમાન તોય ઓછા ના થયા
નજર સામે અહંનો ભંગ થતા જોયા, તોય ફરક કાંઈ ના પડ્યા
જોઈ અન્યનું મોત, ઘડી બે ઘડી વિચારમાં પડ્યા
વીતતા સમય જીવન સાથે એવા વળગી ગયા, મોતને પણ ભૂલ્યા
વેર ઝેર ભર્યા હૈયાને હારતા ને તડપતા, ખૂબ જોયા
તોય હૈયેથી વેરઝેર ના ઘટ્યા, પ્રભુ છે આ તારી કેવી માયા
પ્રભુને ભજવા તો હરકોઈ ગયા, માયાના પૂજારી એ બની ગયા
લઈ લઈ જન્મ નવો, ફરીફરી ને એ આવતા ગયા
પ્રભુ છે આ તારી કેવી રે માયા(2)