View Hymn (Bhajan)
Hymn No. 4495 | Date: 08-Jun-20152015-06-082015-06-08બધું ક્યાં બધાને કહેવાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=badhum-kyam-badhane-kahevaya-chheબધું ક્યાં બધાને કહેવાય છે
કહી દઈએ બધું બધાને, વાંધો એનો અમને નથી
પણ બધું ક્યાં બધાથી જીરવાય છે
ચાહે સહુ કોઈ જાણવા જીવનમાં, બધું ને બધું તો સદાય
પોતાની શક્તિની કચાશ, એમાં કાઢવાનું ભૂલી જાય છે
રહે કોઈ દૂર, રહે કોઈ રાત-દિવસ પાસે, એનાથી શું થાય છે
યોગ્યતા વગર આપેલું, બધું તો વ્યર્થ જાય છે, બધું ક્યાં ..
સમજણના અભાવમાં, વાત કોઈ ના જીરવી શકાય છે
કરે અર્થના અનર્થ ઊભા, ત્યાં પ્રગતિ તો રૂંધાય છે, બધું
સમજે હરકોઈ ખુદને સમજદાર, સમય પર જ સાચી હકીકત જાહેર થાય છે
સત્ય પચાવવું અતિ કઠીન છે, બધા એમાં નૌ દો ગ્યારહ થઈ જાય છે
બધું ક્યાં બધાને કહેવાય છે